એર ઈન્ડિયાએ વાયા ઇન્ડિયા યુકેથી ઓસ્ટ્રેલિયા માટે કનેક્ટિવિટી સુધારો કર્યો
એર ઈન્ડિયાએ વાયા ઇન્ડિયા યુકેથી ઓસ્ટ્રેલિયા માટે કનેક્ટિવિટી સુધારો કર્યો
Blog Article
એર ઈન્ડિયાએ યુકેથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી ભારત મારફતે કનેક્ટિવિટીમાં સુધારો કરી તેના સમયગાળામાં આશરે 2.5 કલાકનો ઘટાડો કર્યો છે. યુકેના પ્રવાસીઓને ભારત મારફત તેઓ કયા ડેસ્ટિનેશન પર સરળતાથી ઉડાન ભરી શકે છે તેની જાણકારી આપવા માટે કંપનીએ ‘વાયા’ નામની માર્કેટિંગ ઝુંબેશ શરૂ કરી છે, જે માર્ચના અંત સુધી ચાલશે.
લંડન હીથ્રોથી ભારતની તમામ ફ્લાઈટ્સમાં હવે લેટેસ્ટ જનરેશનની કેબિન ઈન્ટિરિયર્સની સુવિધા મળશે. નવા ફ્લાઇટ શેડ્યૂલથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સે યુકે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાની મુસાફરીના સંદર્ભમાં સૌથી ઝડપથી એરલાઇનમાં સ્થાન મેળવ્યું છે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુન અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના ભૌગોલિક લાભ અને પ્રભાવશાળી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા એર ઈન્ડિયાના મજબૂત રૂટ નેટવર્કને પગલે પશ્ચિમથી પૂર્વ અને પૂર્વથી પશ્ચિમના મુસાફરોને સાનુકુળ વન-સ્ટોપ સર્વિસ મળે છે.
એર ઈન્ડિયા દરરોજ લંડન હીથ્રોથી દિલ્હી, તેમજ દિલ્હીથી સિડની, મેલબોર્ન, સિંગાપોર અને કુઆલાલંપુર, દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય સ્થળો માટે ફ્લાઇટ સેવા ઓફર કરે છે